ભાષા બદલો
×
વિષય - સામગ્રી
ગુજરાતી – કુમાઉની
બસ સ્ટોપ પર
  • યુવક - ડ્રાઈવર સાહેબ, ક્યાં સુધી જાવ છો?
    ડ્રાઈવર સૈપ કા જાલે જાનૈં તુમરી ગાડી?
  • ડ્રાઈવર - ગરુડ સુધી જઈએ છીએ. તમારે ક્યાં જવું છે ?
    યો ત ગરુડ જાનલે જાલી. તુમનાકન કાં જાણ છ?
  • યુવક - મારે ગ્વાલદમ જવું હતું. ત્યાં જવા માટે કોઈ વાહન નથી મળી રહ્યું.
    મકન ત ગ્વાલદમ જાણ છ. ગાડી ની મિલને કવે વાં જાણી.
  • ડ્રાઈવર - થોડી વારમાં રાનીખેતથી ગ્વાલદમ માટે વાહન આવશે.
    અલ્લૈ થોડી દેર મેં રાનીખેત બાટી આલી ગ્વાલદમ જાણી વાલી ગાડી.
  • યુવક - અંદાજે કેટલા વાગે આવશે? મને સીટ મળી જશે?
    કતુ દેર બાદ આલી ઉ? જાગ મિલ જાલી ઉમેં?
  • ડ્રાઈવર - અડધો કલાક પછી. તમે આરામથી જઈ શકશો, તમને સીટ પણ મળી જશે.
    આદુ ઘંટ બાદ. ઉ મેં જે સકચ્છા આરામેલ, જાગ લે મિલ જાલી.
  • યુવક - શું ટિકિટ બસમાં જ મળશે?
    ટિકટ ગાડી મેં મિલાઉલ કે?
  • ડ્રાઈવર - ના, તમારે અંદરના કાઉન્ટર પરથી ટિકિટ લેવી પડશે.
    ને ને ટિકટ ત ભીતેર કોન્ટરે બટી લીન પડૌલા તુમાનાકન.
  • યુવક - અહીંથી ગ્વાલદમ સુધીની ટિકિટ કેટલાની હશે?
    કતુક હોલ ટિકટ યાન બટી ગ્વાલદમ જાલૈ, બતૈ દેલા?
  • ડ્રાઈવર - અહીંથી એક પુખ્ત વ્યક્તિ માટે એંસી રૂપિયા લાગે છે.
    અસ્સી રુપૈં લગનીન પુરી સવારિક યાં બટી.
  • યુવક - આભાર ડ્રાઈવર સાહેબ, તમે મને સારી રીતે માહિતી આપી.
    ધન્યાવાદ હો ડ્રાઈવર સૈપ તુમર, તુમલ મકન ભાલીકે બતે દે.
  • ડ્રાઈવર - કોઈ વાંધો નથી, યાત્રીને સાચી માહિતી આપવી અમારું કામ છે.
    કોઈ બાત ને, યો તે હમૌરા કામે ભે, સાવરી કઁ સહી બતુનોક.
  • યુવક - ભાઈ, જલ્દી એક ચા બનાવી દેશો?
    ભાઈ સૈપ એક ગીલાસ ચહા બડૈ દેલા જલ્દી.
  • દુકાનદાર - તમે આટલી ઉતાવળ કેમ કરો છો, ચા બનાવવામાં થોડો સમય લાગશે.
    કાં જલદી હૈ રે તતુક, ચહા બડન મેં જરા ટૈમ ત લગ્ને છ.
  • યુવક - ભાઈ, મારે ગ્વાલદમ જવું છે, રાનીખેતવળી બસ ચાલી જશે તો કેવી રીતે જઈશ?
    ગ્વાલદમ જાંણ છ મૈંલ દાદી, કે રાનીખેત વાલી ગાડી છૂટ જાલી તો કસી જૂન.
  • દુકાનદાર - ચિંતા ન કરો, ડ્રાઈવર પણ અહીં ચા પીવા ઉભો રહે છે અને પછી જ જાય છે. તમે આરામથી ચા પીઓ.
    ચિંતા ની કરો, ડ્રાઈવર લૈ યે ચહા પીં પે જે જા. તુમ આરામેલ ચહા પિયો.
  • યુવક - તો ભલે. હવે હું આરામથી ચા પી શકું છું. બિસ્કિટ પણ આપો, ભૂખ લાગી છે.
    તબ ઠીક છ, અબ આરામેલ ચહા પી શકનૂન. બિસ્કુટ લે દિયા, ભુક લાગી રે.
  • દુકાનદાર - બિસ્કીટ તો નથી, ભજીયા છે. ગરમ કરી દઈશ, ગરમાગરમ ભજીયાંનો આનંદ લો.
    બિસ્કૂટ ત ખતમ હેરે પકૌડી ખે લિયો. ગરમ કરી દયું બઢીયા પકૌડી છન.
  • યુવક - ઠીક છે, ભજીયા આપી દો, થોડી ચટણી પણ આપજો. ચા થોડી સારી બનાવજો.
    ઠીક છ પકોડી દી દિયા, મુનિ ખટે લે ખિતિયા. ચહા જરા ભલો બડૈયા.
  • દુકાનદાર- ચા માટે કઈ કહેવાની જ જરૂર નથી, મારી દુકાનની ચા પ્રખ્યાત છે. પીશો તો યાદ કરશો.
    ચહા કી ની કૌઔ, મેરી દુકાનોંક ચહા યા મશહૂર છ. પેલા ત યાદ કરલા.
  • યુવાન - આવી ગઈ બસ, ચલો હું જાઉં છું અને બસમાં બેસું છું. આભાર
    એગે હો ગાડી, મેં હીટુ ઔર ગાડી મેં ભેટુ. તુમર ધન્યવાદ.